સુરતઃ આતંકી કાસીમની માતાએ કહ્યું- દેશના ગદ્દારને સજા થવી જોઈએ



સુરતઃ અમદાવાદમાં યહૂદીના ધર્મસ્થાનને ઉડાવી દેવાની પેરવી કરનારા આતંકવાદી કૃત્યને આખરી અંજામ આપે તે પૂર્વે જ એટીએસના હાથે પકડાયેલા સુરતના બે યુવાનોમાંથી કાસીમના માતાએ ગુદ્દારી કરનાર સજાને પાત્ર છે તેવો રોષ પ્રગટ કર્યો હતો. સુરતના રાંદેરવિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલ આતંકી કાસીમના પરિવારએ તેના દેશદ્રોહી કૃત્ય વિશે પરિવારના તમામ સભ્યો અજાણ હોવાની વાત કહી હતી.
   
માતાએ ટ્યૂશન અને અન્ય લોકોના ઘરે કામ કરી કાસીમને બીએ સુધી ભણાવ્યો
   
સુરતમાંથી આતંકી પ્રવૃતિ કરતાં પકડાયેલા આરોપી કાસીમના પરિવારની મુલાકાત દરમિયાન કાસીમની માતાએ તેના દેશદ્રોહી કૃત્યને વખોડ્યું હતું. આતંકી કાસીમની માતાના કેહવા મુજબ, દેશ સાથે ગદ્દારી નહીં કરાઈ સાથે જ કાસીમ આવી કોઈ દેશદ્રોહી કામ કરી રહ્યો છે તેની ગંધ સુદ્ધા પરિવારને આવવા દીધી ન હતી. આતંકી કાસીમની માતાએ જણાવ્યું હતું કે, કાયમ કહેતી હતી કે ગેરમાર્ગે જવું નહીં અને અલ્લાહના વિરુદ્ધના કામથી દુર રહેવું. માતાએ ટ્યૂશન અને અન્ય લોકોના ઘરે કામ કરી કાસીમને બીએ સુધી ભણાવ્યો હતો.


  
કાસીમના દેશદ્રોહી કૃત્ય બદલ તેને જે પણ સજા મળે તે યોગ્યઃ કાસીમની માતા
  
આતંકી કાસીમની માતાએ જણાવ્યું હતું કે, ઉબેદ મિર્ઝાને પ્રથમવાર અંકલેશ્વર કોર્ટમાં જોયો હતો અને તેમના ઘરે તે કોઈ વખત આવ્યો નથી. કાસીમના દેશદ્રોહી કૃત્ય બદલ તેને જે પણ સજા મળે તે યોગ્ય છે. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા કાસીમ દ્વારા થનાર હુમલાની તપાસ હાલ ચાલી રહી છે. કાસીમના પરિવારે સમગ્ર પ્રકરણમાં કાસીમને દેશ સાથે ગદ્દારી કરવા બદલ વખોડ્યો હતો.

Comments